પોસ્ટ્સ

ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે?

છબી
"ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે." ઇતિહાસ કેમ જાણવો જોઈએ તે પહેલાં એ જાણવું જોઈએ કે ઇતિહાસ એટલે શું? 1. ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ. 2.આપણા સમય પૂર્વેનું જે કાંઈ બન્યું હોય તેની તારીખ વાર, ભૂતકાળનો વૃત્તાંત. બીજા અનેક અલગ અલગ પ્રકારના લોકો દ્વારા  ઇતિહાસની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે. * હવે મુખ્ય સવાલ પર પાછા આવીએ કે ઇતિહાસ કેમ જરૂરી છે. અને ઇતિહાસ નો અભ્યાસ કેમ જરૂરી છે.   1.સૌથી પહેલા આ સવાલ નો જવાબ આપવામાં માટે મહામાનવ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું એક વાક્ય લખી ને  કહીશ કે.   *" जो कोम अपना इतिहास नही जानती वो अपना इतिहास नही बना सकती।"* જો આપણા પૂર્વજો  અને મહાપુરુષ ના કરેલા કર્યો ની આપણને માહિતીના હોય તો આગળ આપડે શુ કર્યો કરવાનાં અને આગળ કઈ કઈ રીતે ભવિષ્યમાં આવનારી મુશ્કિલોનો સામનો કરવો તેનો પણ તાડ મેળવી શકાય છે. 2.આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ અને આપણે ભવિષ્યની યોજના બનાવીએ છીએ - પણ આપણે ક્યાં જઈશું અને કઈ પ્રગતિ દેખાય છે તે કેવી રીતે સમજાય? તમે ક્યાં જઇ રહ્યા છો તે...

ઇતિહાસ ભાગ -2 "જાવું કયે મલક?" ભાગ -1

છબી
ઇતિહાસ ભાગ -2  *જાવું કયે મલક?* ભાગ -1 1984 માં  ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તકની ટૂંકમાં માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું. ભારતીય દલિત પેંથર પ્રકાશન અંતર્ગત અને ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તક ને નામ આપવામાં આવ્યું *જાવું કયે મલક?*  આ પુસ્તક માં ડો. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં ડો. સાહેબ દ્વારા લેખક લખવાની જગ્યા એ આલેખન લખવામાં આવ્યું તેનો મતલબ એમ થાય છે કે આ પુસ્તકમાં કોઈના વિચારો નહીં તે સમય ની ઘટનાનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું છે.   આ પુસ્તકના પ્રકાશકમાં ભારતીય દલિત પેંથર પ્રકાશન છે. પ્રકાશકીય લેખમાં જે લખવામાં આવ્યું છે એ હું અહી સંક્ષિપ્તમાં લખું છું પૂરો લેખ લખવામાં આપડો આ લેખ મોટો થઈ જશે. ભોજપરાના દલિતોએ અનેક યાતનાઓ વેઠી ને આખરે હિજરત કરીને ગુદાણાની ભાગોળમાં આસરો લીધો. એ ટાંકણે જ પેંથરની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ડો. માઇસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા અને સુરેન્દ્રનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા રાખવાની છેલ્લા દસેક વર્ષથી સરકાર સમક્ષ પડેલી માગણીને વાચા આપવા માટે, સુરેન્દ્રનગરના દલિત બૌદ્ધિકોએ ય...

"રાજુભાઇ ના જુઠ્ઠાણા"

છબી
"રાજુભાઇ ના જુઠ્ઠાણા" હા સૌથી પહેલાતો હું એટલું કહેવા માંગીશ કે રાજુભાઇ કે રાજુભાઇ ના ચેલાઓ સાથે મારે કોઈ મન ભેદ નથી હા પરંતુ તેમની સાથે મતભેદ જરૂર છે. રાજુભાઇ સોલંકી જયારે તે ઇતિહાસ લખે છે તે ત્યારે તે  જાણી જોઈને ખોટો ઇતિહાસ રજૂ કરે છે અથવા ઇતિહાસ સાથે છેડછાડ કરે છે. હંમેશા થી તેમનું વલણ સ્પષ્ટપણે એક તરફ નમેલું રહે છે.     આમ તેમણે હમણાં 15 મેં 2020 ના રોજ  સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા વિશે લેખ લખ્યો એમા તેમણે લખ્યું કે દલિત પેંથર ગુજરાત દ્વારા આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવ્યું તેના કારણે શહેરની મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાના ઇતિહાસમાં તેમને લખ્યું કે વિવાદના કારણે 6 મહિના સુધી આ પ્રતિમા ઘરમાં પડી રહી. અને આખા લેખમાં ડો.રમેશચંદ્ર પરમાર સાહેબનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. . બાદમાં લોકો દ્વારા સવાલ કરાતા પાછળ થી તેમની પોસ્ટમાં સુધારા કર્યા હતા. આ પ્રતિમાના અનાવરણની તારીખ નોંધવા જેવી છે આગળ લેખમાં ઉપયોગ આવશે. તે તારીખ છે. 14 એપ્રિલ 1978. બીજો મુદ્દો વિધાનસભામાં પત્રિકા નાખવાનો છ...

ભારતીય દલિત પેંથર ઇતિહાસ ભાગ -1

છબી
ચાલો આજે ઇતિહાસ ને જાણીએ. (આ ઇતિહાસ ખાસ જાણવા જેવો છે.)                       ઇતિહાસ ભાગ -1 આજે આપ સહુ ને સમક્ષ 4 ફોટા મૂકી રહ્યો છું અલગ અલગ 4 આંદોલન પર ડો.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવેલ. હા અને  બધા એ જાણવા જેવી માહિતી એ છેકે દલિત સમાજ પર થયેલ અત્યાચાર ને પુસ્તકના રૂપે પ્રકાશિત કરવાની શરૂવાત તો ભારતીય દલિત પેંથર દ્વારા કરવામાં આવી હતી.  1. ભોજપરા હિજરત પણ આધારિત પુસ્તક  જે 1984 માં  પ્રકાશિત કરવામાં આવી હતી. જેનું નામ *જાવું કયે મલક?*  રાખવામાં આવ્યું. જેના પ્રકાશકના બોલમાં જે શબ્દો લખવામાં આવ્યા છે તે આખા આંદોલન માં કોને કોને કયા કયા કર્યો કર્યા દરેક ની માહિતી છે. હા આગળ આવનારા લેખોમાં અના વિશે વધુ માહિતી આપવામાં આવશે. 2.ગોલાણા હત્યાકાંડ પર લખવામાં આવેલ પુસ્તક જેનું નામ આપવામાં આવ્યું છે. *ભાલ ને ભાલે કાળી ટીલી* આ પુસ્તક વીર મેઘમાયા બલિદાન દિવસના દિવસે એટલે કે 16/02/1986 ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યું. તેનું મુખપૃષ્ઠ આપડા સામંત રાજવંશી દાદા દ્વારા બનાવવામાં...

ચિરાગ રાજવંશ(ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચુના ઇતિહાસ સાથે છેડછાડ કરવા બાબતે જવાબ.

છબી
મુ.રાજુભાઈ સોલંકી આપનો લેખ વાંચ્યો આપ સારા લેખક છો જ પણ જ્યારે દલિત પેંથર નો ઇતિહાસ તમે લખો છો ત્યારે જાણે અજાણે પણ તમારા માં રહેલી રાગદ્વેષ વાળી વૃત્તિ અવશ્ય રજૂ થાય છે...દલિત પેંથર ના કામો નો ઇતિહાસ માં.ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ મુ.વાલજીભાઈ પટેલ સાહેબ મુ.નારણ વોરા સાહેબ અને એવા દલિત પેંથર ના  નામી અનામી અસંખ્ય અમારા જેવા કાર્યકર્તાઓ નું યોગદાન દલિત અત્યાચાર હોય કે બાબાસાહેબ ની પ્રતિમા મુકવા માટે નો સંઘર્ષ હોય..(તમે એ સંઘર્ષ માં હતા કે નહીં એ પણ એક ચર્ચા નો વિષય તો છેજ.)..એ ઇતિહાસ માં ડો.રમેશચંદ્ર પરમાર નું નામ તમે લખો ના લખો એનાથી એમની પ્રતિભાને કોઈ નીચી કરી શકે તેમ નથી આ ત્રિપુટી ની કક્ષા ને  કારણ આ સંઘર્ષ ના સાક્ષી ઓ અને આ નેતૃત્વ ના હાથ નીચે તૈયાર થયેલા કાર્યકર્તાઓ નું તમારા આવા વલણ થી અપમાન થાય છે..એ પણ આપે સોચવું જોઈએ.. તમારામાં મને હિન્દુત્વ ના ઠેકેદારો એ જેમ ભારત માં બુદ્ધ ના ઇતિહાસ ને બદલવા નું કામ કર્યું એવી ઇતિહાસ બદલવાની વૃત્તિ તમારા લખાણમાં નજરે ચઢે છે. ખરેખર તો કોઈ રાગદ્વેષ વગર સાચો ઇતિહાસ લખવા નું કામ કરવાના બદલે ઇતિહાસ ના પાના ને છુપાવી પાછળ ની પેઢ...

मोदी को क्यो इस्तीफा देना चाहिए ? सर्वे में जरूर हिस्सा ले।

છબી
 अभी कुछ समय से फेसबुक और ट्विटर जैसे सोसियल मीडिया प्लेटफॉर्म पे ये हेसटेग #मोदी_इस्तीफा_दो ट्रेंड कर रहा है। इस हेसटेग को लिख के लाखो लोगो ने फेसबुक और ट्विटर पे मोदी और मोदी गवर्नमेंट पर तीखे सवाल किए। मोदी गवर्नमेंट कोरोना की महामारी को नियंत्रित करनेमे बिल्कुल विफल रही है। इस बड़े कारण के साथ साथ अन्य कई कारण इस ट्रेंड की उत्पत्ति हुई। तो आज हमने सोचा कि क्यो ना इस ट्रेंड पे ओर चर्चा की जाए और मोदी गवर्मेंट को क्यो इस्तीफा दिया जाए इस पर एक बड़े पोल का आयोजन किया जाए।  इस सर्वे से जनता को ये पता चलेगा के मोदी गवर्नमेंट की क्या क्या गलती है ओर इस बार मोदी को क्यो इस्तीफा देना चाहिए। आप इस पोल में एक से ज्यादा विकल्पभी पसंद कर सकते है। नरेन्द्र मोदी मोदी को क्यो इस्तीफा देना चाहिए। कोरोना को नियंत्रित न कर पाने की वजह से। नोटबंदी की वजह से। CAA ओर NRC जैसे काले कानून लाने का इरादा रखने की वजह से। देश के सभी बड़े सरकारी संस्थानों को बेचने की वजह से। अन्य। जो आप कमेंट में लिख सकते है। Created with AK'S BLOG मोदी को इस्तीफा दे देना चाहिए। YES No Created w...

ભારતીય દલિત પેંથર ના મહામંત્રી રાહુલ પરમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પર કરેલા સવાલો.

છબી
પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાત 2021 નો 18 પાનનો પરિપત્ર સોસીયલ મીડિયા ના માધ્યમ ધી આપડાજ એક પોલીસ અધિકારી ભાઈ એ મને મોકલી આપ્યો પરિપત્ર વાંચ્યા પછી જોયું તો બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર ની પુરૂષ ની (1 ) મહિલા (0) જગ્યા હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરૂષ (2)માહિલા (0), ઇટલીજન્સ ઓફિસર પુરૂષ (0) મહિલા (0), બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર પુરૂષ (46) અને મહિલા (22) જગ્યાઓ આપી છે ટોટલ (1382) જગ્યા ઓમાં  અનુસૂચિત જાતિ ની 7% અનામત પ્રમાણે જો જગ્યા ગણવા જઈએ તો (96.74)જગ્યાઓ ભરવાની રહે છે તો તેની જગ્યાએ  પુરુષ અને મહિલા ની (71) જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે એમાં પણ જોવા જઈએ તો લગભગ 25 લોકો ની ભરતી ઓછી  કરવાનો સરકારે નિર્ણય કર્યો છે મારા મત મુજબ સરકાર ને 100 એ 7% જગ્યા ભરતી SC ની કરવી પડે દરેક સરકારી જગ્યાઓ માટે પણ એ થતી નથી જયારે ભરતી પડે ત્યારે આપડી 7% જગ્યા માં જેટલા ઉમેદવાર હોય તેટલા લઇ લેય સરકાર અને પછી જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં પાસ થયા હોય એની ભરતી ત્યારેજ કરી નાખે ઓપન કેટેગરી  માં પછી જયારે નવી ભરતી આવે ત્યારે જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં...