"રાજુભાઇ ના જુઠ્ઠાણા"
"રાજુભાઇ ના જુઠ્ઠાણા" હા સૌથી પહેલાતો હું એટલું કહેવા માંગીશ કે રાજુભાઇ કે રાજુભાઇ ના ચેલાઓ સાથે મારે કોઈ મન ભેદ નથી હા પરંતુ તેમની સાથે મતભેદ જરૂર છે. રાજુભાઇ સોલંકી જયારે તે ઇતિહાસ લખે છે તે ત્યારે તે જાણી જોઈને ખોટો ઇતિહાસ રજૂ કરે છે અથવા ઇતિહાસ સાથે છેડછાડ કરે છે. હંમેશા થી તેમનું વલણ સ્પષ્ટપણે એક તરફ નમેલું રહે છે. આમ તેમણે હમણાં 15 મેં 2020 ના રોજ સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા વિશે લેખ લખ્યો એમા તેમણે લખ્યું કે દલિત પેંથર ગુજરાત દ્વારા આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવ્યું તેના કારણે શહેરની મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાના ઇતિહાસમાં તેમને લખ્યું કે વિવાદના કારણે 6 મહિના સુધી આ પ્રતિમા ઘરમાં પડી રહી. અને આખા લેખમાં ડો.રમેશચંદ્ર પરમાર સાહેબનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. . બાદમાં લોકો દ્વારા સવાલ કરાતા પાછળ થી તેમની પોસ્ટમાં સુધારા કર્યા હતા. આ પ્રતિમાના અનાવરણની તારીખ નોંધવા જેવી છે આગળ લેખમાં ઉપયોગ આવશે. તે તારીખ છે. 14 એપ્રિલ 1978. બીજો મુદ્દો વિધાનસભામાં પત્રિકા નાખવાનો છ...