ઇતિહાસ ભાગ -2 "જાવું કયે મલક?" ભાગ -1
ઇતિહાસ ભાગ -2 *જાવું કયે મલક?* ભાગ -1 1984 માં ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તકની ટૂંકમાં માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું. ભારતીય દલિત પેંથર પ્રકાશન અંતર્ગત અને ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તક ને નામ આપવામાં આવ્યું *જાવું કયે મલક?* આ પુસ્તક માં ડો. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં ડો. સાહેબ દ્વારા લેખક લખવાની જગ્યા એ આલેખન લખવામાં આવ્યું તેનો મતલબ એમ થાય છે કે આ પુસ્તકમાં કોઈના વિચારો નહીં તે સમય ની ઘટનાનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકના પ્રકાશકમાં ભારતીય દલિત પેંથર પ્રકાશન છે. પ્રકાશકીય લેખમાં જે લખવામાં આવ્યું છે એ હું અહી સંક્ષિપ્તમાં લખું છું પૂરો લેખ લખવામાં આપડો આ લેખ મોટો થઈ જશે. ભોજપરાના દલિતોએ અનેક યાતનાઓ વેઠી ને આખરે હિજરત કરીને ગુદાણાની ભાગોળમાં આસરો લીધો. એ ટાંકણે જ પેંથરની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ડો. માઇસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા અને સુરેન્દ્રનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા રાખવાની છેલ્લા દસેક વર્ષથી સરકાર સમક્ષ પડેલી માગણીને વાચા આપવા માટે, સુરેન્દ્રનગરના દલિત બૌદ્ધિકોએ ય...