પોસ્ટ્સ

amc election અમદાવાદ મહાનગરપાલિકા ઇલેક્સન લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

અમદાવાદ મહાનગર પાલિકા ના ઇલેક્સન માં ઓછું મતદાન થવાના કારણો?

છબી
ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરી 2021 ના રોજ મહાનગર પાલિકા ની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં સરેરાશ ખૂબ ઓછું મતદાન થયું છે જે નીચે મુજબ છે. સ્માર્ટ સીટી અમદાવાદ માં માત્ર 42.53% મતદાન થયું છે. આ મતદાન ની સરેરાશ ટકાવારી ખરેખર ખૂબ નીચે છે.  ચૂંટણી પંચ એ બપોરે સાડા 3 વાગે પોતાની વેબસાઇટ ના ડેશબોર્ડ પર માહિતી મૂકી હતી તે મુજબ તે સમયે મતદાન ની અમદાવાદ મહાનગર પાલિકા ની સરેરાશ ટકાવારી માત્ર 26.83 ટકા જ હતી. આ મતદાન ની ટકાવારી દેખાવમાં ખૂબ ઓછી છે. આ આંકડો જ્યારે ટીવી પર પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે બધીજ રાજકીય પાર્ટીઓ ચિંતા માં મુકાયા સાથે સાથે જે જે લોકો લોકતંત્ર ને મજબૂત કરવા વાળી વિચારધારા માનતા હતા તે લોકો પણ ખૂબ ચિંતા માં મુકાયા.  આ મતદાન ની ટકાવારી દેખાતા સ્પષ્ટ પણે લોકો માં મતદાન પ્રત્યેની ઓછી જાગૃતિ અને સભાનતા જોઈ શકાય છે. આ ઓછા મતદાન ના કારણે લોકો નો લોકતંત્ર પર થી વિશ્વાસ ઓછો થતો જણાય છે. જ્યારે સાડા 3 વાગ્યા સુધી ઓછું મતદાન થયું તો રાજકીય પાર્ટી ના કાર્યકરો ને આદેશ કરવામાં આવ્યો કે ઓછું મતદાન તેમના માટે હાર ને નોતરી શકે છે આથી તેમને લોકો ને ઘરો માંથી ની...