બંધારણ 13&14 (અનુછેદ 14 અને 15)
. બંધારણ-13 . અનુચ્છેદ~14 * કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ * ● રાજ્ય ભારતના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાન ગણશે અને કાયદાનું સમાન રક્ષણ કરશે. ●આ અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ નહીં પરંતુ વિદેશી નાગરિકને પણ મળશે. ● અહીં કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતના મૂડ અમેરિકામાં છે. ●કાયદા સમક્ષ સમાનતા નો સિદ્ધાંત વ્યકતીની પરિસ્થિતિને ધ્યાનમાં ન લેતો હોવાથી નકરાત્મક વલણ ધરાવે છે. ●કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત સમાન પરિસ્થિતિમાં મુકાયેલ વ્યકતીઓ પર સમાન કાયદાઓ લાગુ કરવાની તરફેણ કરે છે.તેથી તે હકારાત્મક સંકલ્પના ધરાવે છે. નોંધ અથવા અપવાદ. ■રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના ફરજોના પાલન ના સમયે અદાલતને જવાબદાર નથી હોતા માટે આ સમયે તેમના પર ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. તેમજ અટક્યાત કે ધરપકડ કરી શકાતી નથી. ■વ્યક્તિગત કાર્યોમાં બે મહિનાની સૂચના બાદ જ દીવાની કાર્યવાહી કરી શકાશે. ■ઉપરાંત સંસદ અને વિધાનમંડળના સભ્યો અને વિદેશી રાજદૂત ને અપવાદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ■ સુપ્રીમ કોર્ટ ...