સ્ટાફ નર્સ વર્ગ-3 ની ભરતી. 700 ખાલી જગ્યાઓ પર ભરતી.
આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ , ગાધીનગરના તાબા હેઠળની રાજયની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફ નર્સ વર્ગ 3 ની ૭૦૦ ખાલી જગ્યાઓ ની ભરતી તારીખ 01/01/2021 થી શરૂ થશે. આ ભરતી તમે https://ojas.gujarat.gov.in/ પર ભરી શકશો. આ માટે જરૂરી લાયકાત બી એસસી નર્સીગ ડિગ્રી અથવા GNM અથવા ANM નો કોર્સ 10 વર્ષ ના એક્સપિરિયન્સ સાથે હોવું જોઈએ. વય મર્યાદા 40 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ અને અનુસૂચિત જાતિ ના નિયમો અનુસાર 5 વર્ષ ની ઉપલી વયમર્યાદામાં વધારો અને 40% કરતા વધુ વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષ ઉપલી વાયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.