ભારતીય દલિત પેંથર ઇતિહાસ ભાગ -1
ચાલો આજે ઇતિહાસ ને જાણીએ. (આ ઇતિહાસ ખાસ જાણવા જેવો છે.) ઇતિહાસ ભાગ -1 આજે આપ સહુ ને સમક્ષ 4 ફોટા મૂકી રહ્યો છું અલગ અલગ 4 આંદોલન પર ડો.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવેલ. હા અને બધા એ જાણવા જેવી માહિતી એ છેકે દલિત સમાજ પર થયેલ અત્યાચાર ને પુસ્તકના રૂપે પ્રકાશિત કરવાની શરૂવાત તો ભારતીય દલિત પેંથર દ્વારા કરવામાં આવી હતી. 1. ભોજપરા હિજરત પણ આધારિત પુસ્તક જે 1984 માં પ્રકાશિત કરવામાં આવી હતી. જેનું નામ *જાવું કયે મલક?* રાખવામાં આવ્યું. જેના પ્રકાશકના બોલમાં જે શબ્દો લખવામાં આવ્યા છે તે આખા આંદોલન માં કોને કોને કયા કયા કર્યો કર્યા દરેક ની માહિતી છે. હા આગળ આવનારા લેખોમાં અના વિશે વધુ માહિતી આપવામાં આવશે. 2.ગોલાણા હત્યાકાંડ પર લખવામાં આવેલ પુસ્તક જેનું નામ આપવામાં આવ્યું છે. *ભાલ ને ભાલે કાળી ટીલી* આ પુસ્તક વીર મેઘમાયા બલિદાન દિવસના દિવસે એટલે કે 16/02/1986 ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યું. તેનું મુખપૃષ્ઠ આપડા સામંત રાજવંશી દાદા દ્વારા બનાવવામાં...