દલિત સમાજ પર થતા અત્યાચારમાં દલિત પેંથર સમાજ ની સાથે

દલિત સમાજ પર થતા અત્યાચારમાં  દલિત પેંથર સમાજ ની સાથે 

          વિપુલભાઈ સેનમાં ઉમર 27 વર્ષ રહેવાસી ચાંદખેડા અશોક આવાસ ન્યુ સી.જી. રોડ મૂળ વતની ગામ ધમેડા તાલુકો માણસા જિલ્લો મહેસાણા વિપુલભાઈ નાં સ્વાભિમાન પર ઢેસ પહોંચવાને લીધે  16/08/2024 નાં દિવસે આત્મહત્યા કરી 
મૂળ વાત એ છે કે બનાવ નાં બે દિવસ અગાઉ વિપુલભાઇ સેનમાં તેમના મોટા ભાઈ સાથે ચાંદખેડા માં 
છેલ્લા છ મહિનાથી એમની સાથે રહે છે.

અરવિંદ ફાઉન્ડેશન ગામ ખાત્રજ ટાટા હાઉસિંગ ખાતે નોકરી કરે છે વિપુલભાઈ સવારના 9 એક વાગે થી ઘરેથી નોકરી જાય અને સાંજે 6:00 વાગે ઘરે પાછા આવતા હતા તારીખ 16/08/2024 ના બપોરના 12:00 વાગે વિપોલભાઈના મોટાભાઈ અરવિંદભાઈ ધંધાનાં કામ અર્થે જામનગર ખાતે ગયા હતા તે વખતે એમના ઉપર ફોન આવ્યો અને  વોટ્સઅપ માં તેમના મામાના દિકરા અજયભાઈ રાજુભાઈ સેનમાં એમને ચાર વિડીયો મોકલેલા જે વિડિયો અરવિંદભાઈ ના નાના ભાઈ વિપુલના હતા. જે ચારે વિડિયો વિપુલે જાતે મોબાઈલ  મા  ઉતારેલા હતા વિડીયો એમને વારાફરતી જોયા સાંભળ્યા જેમાં એમના ભાઈ વિપુલે વિડીયો મુક્યો હોય તેવું જણાવ્યું  અઠવાડિયા પહેલા એ નોકરી પર જતા હતા તે દરમિયાન પલસાણા ગામની શાળાના કોઈ શિક્ષિકાને તેમના અરવિંદ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ સ્કૂલમાં રોપવા આપવા બાબતે શાળા નું નામ પૂછ્યું હતું અને એ વાતને લઈને શિક્ષિકાબેન ગામ જાસપુર ગામના સરપંચને બોલાવીને બોલાચાલી કરી અને 181 અભયમ બોલાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવડાવી 
     
       તેની પેલા વિપુલભાઈ ને જાતિ પૂછીને ઢોર માર માર્યો જાતિ વિરુદ્ધ શબ્દ બોલ્યા અને જે જગ્યાએ નોકરી કરતા હતા એ જગ્યાએ નોકરીમાંથી કાઢી મૂકવા માટે  પૂર્વ સરપંચે દબાણ કર્યું વિપુલભાઈને તેમના સ્વાભિમાન પર ઠેસ પહોંચતા આવતા તેમણે જાસપુર કેનાલ ખાતે  પોતાનો જીવ ટુકાયો 
આજે ભારતીય દલિત પેંથર નાં આગેવાનો પ્રદેશ અધ્યક્ષ રાહુલ પરમાર, સંગઠક ચિરાગ મહેરિયા, ભાવિક રામકર, નરેન્દ્રભાઇ પરમાર તેમના પરિવાર ની મુલાકાતે ધમેડા ખાતે પહોંચ્યા અને આશ્વાસન આપ્યું કે ન્યાયની લડતમાં અમે તમારી સાથે છીએ અમારું કંઈ પણ કામ હોય તો અડધી રાતે કોલ કરજો 



રાહુલ પરમાર પ્રમુખ 
ભારતીય દલિત પેંથર ગુજરાત

ટિપ્પણીઓ