પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી.


પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે  દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી. 

22/07/2022 ના રોજ પાટણના વહાણા ગામમાં સવારે 10:30 કલાકે 15 વર્ષની નાબકીલ દલિત સમાજ ની દીકરી  શાળાએ જતી હતી ત્યારે ગામના દબંગ ઠાકોર સમાજના વ્યક્તિએ બહેન ને જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કર્યા હતા ત્યારબાદ બહેન બે પોતાની તરફ ખેંચીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે મામલો બહેનની ઈજ્જતનો આવ્યો ત્યારે બહેને બૂમો પાડવાનું શરૂ કર્યું,પછી ઠાકોર સમાજના વ્યક્તિએ તેની પીઠ પાછળ તિક્ષ્ણ છરી વડે ઘા ઝીંક્યા અને બહેનના પેટમાં જોર જોર થી લાતો  મારીને ભાગી ગયો. જો ગામના લોકો ઘટના સ્થળે ના પહોંચ્યા હોત તો ગુજરાતે ફરી બીજી દીકરી ગુમાવી બેઠું  હોત.

એફ.આઈ.આર.ની કોપી ગઈ કાલે રાત્રે મારી પાસે આવી હતી જે આઈ.પી.સી કલમ એફ.આઈ.આર.માં ઉમેરવી જોઈએ તે પોલીસ અધિકારીઓએ ઉમેરી નથી,જાણવા મળ્યું છે કે રાજકીય  દબાણને કારણે આઈ.પી.સી.ની જે કલમો મુકવી જોઈએ તે કલમ મુકવામાં આવી નથી. 

ભલે 27 વર્ષથી ગુજરાત માં ભાજપની સરકાર નું શાસન હોય પરંતુ આ જે ઘટન બની છે તે કોંગ્રેસના વિધાનસભા વિસ્તારના વહાણા ગામ આવેલું છે જેમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચંદનજી તલાજી ઠાકોર ના વિસ્તાર માં આ ઘટના બની છે. એટલે ધારાસભ્ય પણ ઠાકોર સમાજના છે અને ગામના સરપંચ પણ ઠાકોર છે આરોપી પણ ઠાકોર સમાજનો છે 

આરોપી ની  માતા કોયટા ગામમાં દારૂનો મોટો અડ્ડો ચલાવે છે એટલે કે ગાંધીના ગુજરાતમાં આજે પણ જાહેરમાં દારૂનું વેચાણ થાય છે
 ભાજપ હોય કે કોંગ્રેસ દલિતો પરના અત્યાચારો ઓછા થવાના નથી અને ખાસ તો દલિત સમાજે પણ સમજવું બાકી રહ્યું કે ભાજપ કોંગ્રેસ કે અન્ય નવી બની બેઠેલી રાજકીય પાર્ટીઓ જો કદાચ સત્તામાં આવે તો પણ દલિતોના ઘરના નળિયા સોનાના થઈ જવાના નથી.
આજે ભારતીય દલિત  પેંથરનાં  પદાધિકારીઓ ભારતીય દલિત પેંથરના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાહુલ પરમાર, મહામંત્રી કૃણાલ સોલંકી, અમદાવાદ શહેર પ્રમુખ જયેશભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, ભાવિકભાઈ રામકર અને ભારતીય દલિત  પેંથરની ટીમ પાટણ જિલ્લા ધારપુર સિવિલ હોસ્પિટલમાં  બહેનની મુલાકાત લીધી અને મે  પરિવારને ખાતરી આપી કે  ભારતીય દલિત પેંથર  તમારી સાથે ઉભું છે, ડરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ.
મેં ડી.વાય.એસ.પી સાથે ફોન પર વાત કરી છે અને તેમણે મને  આશ્વાસન આપ્યું છે કે રાહુલભાઈ  કાર્યવાહી યોગ્ય અને નિષ્પક્ષ રીતે થશે, સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ જેઓ છેલ્લા બે દિવસથી બહેનના પરિવાર સાથે છે, તેમણે રાત્રે મને જણાવ્યું ફોન પર જણાવ્યું કે પરિવારનું નિવેદન બરાબર પૂર્ણ થઇ ગયુ છે.
રાહુલ પરમાર
પ્રમુખ
ભારતીય દલિત પેંથર ગુજરાત
મો - 9879961790

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો