ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે?
"ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે."
ઇતિહાસ કેમ જાણવો જોઈએ તે પહેલાં એ જાણવું જોઈએ કે ઇતિહાસ એટલે શું?
1. ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ.
2.આપણા સમય પૂર્વેનું જે કાંઈ બન્યું હોય તેની તારીખ વાર, ભૂતકાળનો વૃત્તાંત.
બીજા અનેક અલગ અલગ પ્રકારના લોકો દ્વારા ઇતિહાસની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે.
* હવે મુખ્ય સવાલ પર પાછા આવીએ કે ઇતિહાસ કેમ જરૂરી છે. અને ઇતિહાસ નો અભ્યાસ કેમ જરૂરી છે.
1.સૌથી પહેલા આ સવાલ નો જવાબ આપવામાં માટે મહામાનવ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું એક વાક્ય લખી ને કહીશ કે.
*" जो कोम अपना इतिहास नही जानती वो अपना इतिहास नही बना सकती।"*
જો આપણા પૂર્વજો અને મહાપુરુષ ના કરેલા કર્યો ની આપણને માહિતીના હોય તો આગળ આપડે શુ કર્યો કરવાનાં અને આગળ કઈ કઈ રીતે ભવિષ્યમાં આવનારી મુશ્કિલોનો સામનો કરવો તેનો પણ તાડ મેળવી શકાય છે.
2.આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ અને આપણે ભવિષ્યની યોજના બનાવીએ છીએ - પણ આપણે ક્યાં જઈશું અને કઈ પ્રગતિ દેખાય છે તે કેવી રીતે સમજાય? તમે ક્યાં જઇ રહ્યા છો તે બરાબર જાણવા માટે, તમારે સૌ પ્રથમ તે સમજવાની જરૂર છે કે તમે ક્યાંથી આવ્યા છો. તેના માટે તમારે ઇતિહાસની ચર્ચા જરૂરી છે.
* ઇતિહાસનો અભ્યાસ કરવાના ફાયદા
1. વિશ્વની સમજણ વિકસિત થાય.
- ઇતિહાસ ના અભ્યાસ થી વિશ્વ વિશેની સમજણ ઉદભવ કરી શકાય છે. ઇતિહાસ ની મદદ થી વિશ્વની સભ્યતાઓ કેમની ઉદભવી અને કેમની વિનાશ પામી તેના કારણો સમજી શકાય છે.અને આપડી સભ્યતાનો વિકાસ એ અભ્યાસથી કરી શકાય છે.
2.ભૂલોથી શીખો
- જેઓ ભૂતકાળને યાદ નથી રાખી શકતા તે તેના પુનરાવર્તન ને નકારે છે." જ્યોર્જ સંતાયનાનો ઉદ્દેશ્ય સૌથી વધુ ટાંકેલી લાઇનો છે, અને તે એક છે જે દરેકને ઇતિહાસનો અભ્યાસ કેમ કરવો જોઈએ તે સંપૂર્ણ રીતે સમજાવે છે. ભૂતકાળ ચેતવણીના સંકેતોથી ભરેલું છે. બનેલી ભૂલોથી શીખવું જોઈએ અને પ્રતિકાર કરવો જોઈએ
3.પ્રેરણા
- ઇતિહાસમાં કયા દેશોનો કઈ રીતે વિકાસ થયો અને કઈ રીતે અંત થયો. ક્યાં દેશમાં કેમનું લોકતંત્ર ઉધભવ્યું વગેરે જેવી વસ્તુના અભ્યાસ થી સારા દેશનું પણ નિર્માણ કરી શકાય છે. આમ સારા વ્યક્તિત્વ નો અભ્યાસ કરીને પોતાના અંદર પણ સારું વ્યક્તિત્વ બનાવી શકાય છે.
તો આમ ઇતિહાસનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે
ભારતીય દલિત પેંથર ફેસબુક પેજ -https://www.facebook.com/bhartiyadalitpanthergujrat/
રાહુલભાઈ પરમાર (મહામંત્રી ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ) - 9879961790 ( FACEBOOK -https://www.facebook.com/profile.php?id=100063867549117)
ચિરાગ મેહરિયા (સંગઠક ) -9879728781 (FACEBOOK- https://www.facebook.com/sujal.maheriya)
કૃણાલભાઈ સોલંકી (આઈ.ટી સેલ પ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ) -9725712987
(FACEBOOK-https://www.facebook.com/profile.php?id=100041559293571)
લેખક----કૌશલ આસોડિયા - 7567274964
(FACEBOOK PAGE- https://www.facebook.com/kaushalasodiyapage/)
આઈ.ટી સેલ ઉપપ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો