"રાજુભાઇ ના જુઠ્ઠાણા"

"રાજુભાઇ ના જુઠ્ઠાણા"

હા સૌથી પહેલાતો હું એટલું કહેવા માંગીશ કે રાજુભાઇ કે રાજુભાઇ ના ચેલાઓ સાથે મારે કોઈ મન ભેદ નથી હા પરંતુ તેમની સાથે મતભેદ જરૂર છે.

રાજુભાઇ સોલંકી જયારે તે ઇતિહાસ લખે છે તે ત્યારે તે  જાણી જોઈને ખોટો ઇતિહાસ રજૂ કરે છે અથવા ઇતિહાસ સાથે છેડછાડ કરે છે. હંમેશા થી તેમનું વલણ સ્પષ્ટપણે એક તરફ નમેલું રહે છે. 
  
આમ તેમણે હમણાં 15 મેં 2020 ના રોજ  સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા વિશે લેખ લખ્યો એમા તેમણે લખ્યું કે દલિત પેંથર ગુજરાત દ્વારા આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવ્યું તેના કારણે શહેરની મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાના ઇતિહાસમાં તેમને લખ્યું કે વિવાદના કારણે 6 મહિના સુધી આ પ્રતિમા ઘરમાં પડી રહી. અને આખા લેખમાં ડો.રમેશચંદ્ર પરમાર સાહેબનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. . બાદમાં લોકો દ્વારા સવાલ કરાતા પાછળ થી તેમની પોસ્ટમાં સુધારા કર્યા હતા.
આ પ્રતિમાના અનાવરણની તારીખ નોંધવા જેવી છે આગળ લેખમાં ઉપયોગ આવશે. તે તારીખ છે. 14 એપ્રિલ 1978.

બીજો મુદ્દો વિધાનસભામાં પત્રિકા નાખવાનો છે તે  સમયે રાજુભાઇ દ્વારા પોતે સમય 1975 નો આપવામાં આવ્યો હતો. તેની પણ નોંધ લેવી.

હવે રાજુભાઈની પોસ્ટની ઉપર ઉપરથી માહિતી આપ્યા બાદ મારા દ્વારા મુકવામાં આવેલ ફોટા વિશે આપને માહિતી આપું.

4 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાંથી જે દલિત પેંથરનું દલિત મુક્તિદિવસ સ્મારીક પ્રકાશિત થતું હતું તેનો ફોટોગ્રાફ મુકવમાં આવ્યો છે. જેમાં  ડાબી બાજુ ઉપરની તરફ તારીખ મારેલ છે 4 એપ્રિલ 1975 અને તેમાં જ જમણી બાજુ ડો. રમેશચંદ્ર પરમાર સાહેબનો ફોટો છે. આ ફોટામાં સ્પષ્ટ પણે લખેલ છે કે રમેશચંદ્ર પરમાર  અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, દલિત પેંથર . 
હવે સમજવા જેવું છે શુ 1977 અને 1978 માં પ્રતિમાના સ્થાપન સમયે  દલિત પેંથરના ગુજરાત પ્રદેશ પ્રમુખની આખા આંદોલનમાં  કોઈ ભૂમિકા નહીં હોય? પ્રમુખની જાણ બહાર  કાર્યક્રમો  થતા હશે?

આજ મુજબ વિધાનસભાની અંદર પત્રિકા નાખવાની ઘટના પણ સમજી શકાય છે. માટે અંતમાં રાજુભાઇ અને તેમના ચેલકાઓ ને એટલી જ અપીલ કે લખો તો સત્ય લખો અથવા ના લખો.

પોતાના ને મોટા દેખાડવા દલિત સમાજના યુવાધનને ગુમરાહ કરવાનું, ઈતિહાસને વિકૃત કરવાનું કામ બંધ કરો. 

14 એપ્રિલ 1974 ના રોજ દલિત પેંથર ગુજરાતની રચના થઈ અને સામુહિક પ્રયત્નથી દલિત પેંથરને ગુજરાતમાં લાવવામાં આવ્યું. ત્યાર બાદ પ્રથમ પ્રમુખ દલપત શ્રીમાળી ને બનાવવામાં આવ્યા. પરંતુ થોડાક સમયમાં તેમણે આ પદભાર છોડી દીધો અને 1974 ના અંત સમયમાં ડૉ. રમેશચંદ્ર પરમાર ભારતીય દલિત પેંથરના પ્રમુખ બન્યા . અને પેંથરની દરેક પ્રવૃત્તિ તેમની આગેવાની, દેખરેખમાં થઈ હતી અને તેમના નિર્વાણ દિવસ 15/09/2016 સુધી તે ભારતીય દલિત પેંથરના સર્વેસર્વા રહ્યા હતા.
(રાજુ સોલંકી આ ઈતિહાસ તમને કેમ નથી જણાવતા? એ એમને જ પૂછો.)

કૌશલ આસોડિયા 
આઈ.ટી. સેલ ઉપ પ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ

ટિપ્પણીઓ