ઇતિહાસ ભાગ -2 "જાવું કયે મલક?" ભાગ -1
ઇતિહાસ ભાગ -2
*જાવું કયે મલક?* ભાગ -1
1984 માં ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તકની ટૂંકમાં માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું.
ભારતીય દલિત પેંથર પ્રકાશન અંતર્ગત અને ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તક ને નામ આપવામાં આવ્યું *જાવું કયે મલક?* આ પુસ્તક માં ડો. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં ડો. સાહેબ દ્વારા લેખક લખવાની જગ્યા એ આલેખન લખવામાં આવ્યું તેનો મતલબ એમ થાય છે કે આ પુસ્તકમાં કોઈના વિચારો નહીં તે સમય ની ઘટનાનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું છે.
આ પુસ્તકના પ્રકાશકમાં ભારતીય દલિત પેંથર પ્રકાશન છે.
પ્રકાશકીય લેખમાં જે લખવામાં આવ્યું છે એ હું અહી સંક્ષિપ્તમાં લખું છું પૂરો લેખ લખવામાં આપડો આ લેખ મોટો થઈ જશે.
ભોજપરાના દલિતોએ અનેક યાતનાઓ વેઠી ને આખરે હિજરત કરીને ગુદાણાની ભાગોળમાં આસરો લીધો. એ ટાંકણે જ પેંથરની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ડો. માઇસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા અને સુરેન્દ્રનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા રાખવાની છેલ્લા દસેક વર્ષથી સરકાર સમક્ષ પડેલી માગણીને વાચા આપવા માટે, સુરેન્દ્રનગરના દલિત બૌદ્ધિકોએ યોજેલ, બિનપક્ષીય સંમેલનમાં ભાગ લઇને પાછા ફરતાં, ભોજપરાની મુલાકાત લેવાનો નિર્ણય લિધો ત્યારે મા શ્રી. રમેશચંદ્ર પરમાર અને સાથીઓએ માઈસાહેબ આંબેડકર સાથે ભોજપરા અને ગુદાણાની મુલાકાત લીધી.
પ્રવાસને અંતે સુરેન્દ્રનગરના સમેલનની અને ભોજપરા ગુંદાણાની મુલાકાતને સાયકોલોસ્ટાઈલ અહેવાલ રાબેતા મુજબ એમણે પેથરના સૌ ક્રિયાશીલોને જાણ માટે મોકલી આપ્યો. એ અહેવાલ વાંચ્યા પછી સમગ્ર વિગત આવરી લેતું લખાણ નાની પુસ્તિકામાં લખી મોકલવા આગ્રહ કર્યો અને અહેવાલને પ્રગટ કરવાની ઇચ્છા પ્રદશિત કરી એના કારણે આ નાની પુસ્તિકા તૈયાર થઈ છે.
મા. રમેશચંદ્ર પરમારે મિત્રોની લાગણી અને માગણી સંતોષી છે. એ સંજોગોમાં ગુજરાતની દલિત જનતા પુસ્તિકાની માહિતી ને આવકાર આપશે એવી આશા છે.
હવે આગળના લેખોમાં પુસ્તકની માહિતી શબ્દે શબ્દ લખવાનો પ્રયત્ન કરીશું. ભોજપરા બાદ આગળ કલંકિત કુમહેર,ભાલ ને ભાલે કાળી ટીલી અને હાથમાં ઝાડુ માથે મેલું વગેરે જેવા પુસ્તકોના વિસે લખવામાં આવશે અને ઇતિહાસની અઢળક માહિતી પીરસવામાં આવશે. અને ખાસ ગુજરાતના 1974 થી હાલ સુધીના દલિત આંદોલનની સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. તો આ લેખો સાથે જોડાયેલા રહો.
અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ભારતીય દલિત પેંથર સાથે જોડાવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો આપ માટે કેટલાક સંપર્ક સૂત્ર તરીકે મોબાઈલ નંબર અને ફેસબુક આઈડી મૂકી રહ્યો છું.
ભારતીય દલિત પેંથર ફેસબુક પેજ -https://www.facebook.com/bhartiyadalitpanthergujrat/
રાહુલભાઈ પરમાર (મહામંત્રી ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ) - 9879961790 ( FACEBOOK -https://www.facebook.com/profile.php?id=100063867549117)
ચિરાગ મેહરિયા (સંગઠક ) -9879728781 (FACEBOOK- Ahttps://www.facebook.com/sujal.maheriya)
કૃણાલભાઈ સોલંકી (આઈ.ટી સેલ પ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ) -9725712987
(FACEBOOK-https://www.facebook.com/profile.php?id=100041559293571)
લેખક----કૌશલ આસોડિયા - 7567274964
(FACEBOOK PAGE- https://www.facebook.com/kaushalasodiyapage/)
આઈ.ટી સેલ ઉપપ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત પ્રદેશ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો