ભારતીય દલિત પેંથર ઇતિહાસ ભાગ -1
ચાલો આજે ઇતિહાસ ને જાણીએ. (આ ઇતિહાસ ખાસ જાણવા જેવો છે.)
ઇતિહાસ ભાગ -1
આજે આપ સહુ ને સમક્ષ 4 ફોટા મૂકી રહ્યો છું અલગ અલગ 4 આંદોલન પર ડો.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવેલ. હા અને બધા એ જાણવા જેવી માહિતી એ છેકે દલિત સમાજ પર થયેલ અત્યાચાર ને પુસ્તકના રૂપે પ્રકાશિત કરવાની શરૂવાત તો ભારતીય દલિત પેંથર દ્વારા કરવામાં આવી હતી.
1. ભોજપરા હિજરત પણ આધારિત પુસ્તક જે 1984 માં પ્રકાશિત કરવામાં આવી હતી. જેનું નામ *જાવું કયે મલક?* રાખવામાં આવ્યું. જેના પ્રકાશકના બોલમાં જે શબ્દો લખવામાં આવ્યા છે તે આખા આંદોલન માં કોને કોને કયા કયા કર્યો કર્યા દરેક ની માહિતી છે. હા આગળ આવનારા લેખોમાં અના વિશે વધુ માહિતી આપવામાં આવશે.
2.ગોલાણા હત્યાકાંડ પર લખવામાં આવેલ પુસ્તક જેનું નામ આપવામાં આવ્યું છે. *ભાલ ને ભાલે કાળી ટીલી* આ પુસ્તક વીર મેઘમાયા બલિદાન દિવસના દિવસે એટલે કે 16/02/1986 ના દિવસે પ્રકાશિત કરવામાં આવ્યું. તેનું મુખપૃષ્ઠ આપડા સામંત રાજવંશી દાદા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
3. ત્રીજું પુસ્તક એટલે કે જૂન 1992 માં રાજસ્થાનના કુમ્હેર અને આસપાસના વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લોકોની હત્યાકાંડ અને તેમની મહિલાઓના સામૂહિક બળાત્કાર પર લખવામાં આવેલ પુસ્તક *કલંકિત કુહ્મહેર* . હા એના 5 નંબર પર લખવામાં આવેલ એક શેર અહીં વાંચવા જેવો છે.
*જુલ્મ સહના છોડ દે, મત માંગ ઉનસે ભીખ,*
*કોલર પકડ ઉનકા નહીં તો જોર જોર સે ચીખ*
4. ચોથું પુસ્તક એટલે કે ગુજરાતના અમદાવાદ જિલ્લા માં આવેલ રાણપુર નામના ગામ માં 1996 ના સમયમાં ચાલતી કુપ્રથા એટલે કે માથે મેલું ઉપાડવાની પ્રથાના વિરૂદ્ધમાં લખવામાં આવેલ પુસ્તક જેને નામ આપવામાં આવ્યું *હાથમાં ઝાડુ,માથે મેલું* જેને સુરત સ્થિત સંસ્થા સેન્ટર ફોર સોસીયલ જસ્ટિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અને ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું હતુ.
નોંધ:- ચારે પુસ્તકો વિશે માહિતી પર ના લેખ જલ્દી થી જલ્દી લખવામાં આવશે. અને સાથે સાથે બીજા અનેક દલિત પેંથર દ્વારા પ્રકાશિત પુસ્તકોની સાચી અને સચોટ પુસ્તકોની સાબિતી સાથે મુકવામાં આવશે. તો ગપગોળા ફેંકતા લોકોથી સાવધાન રહો.
*કૌશલ આસોડિયા*
(આઈ. ટી. સેલ પ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત)
Very good Sir
જવાબ આપોકાઢી નાખો