તમારે શાસક બનવું છે, પણ શું આ તમને ખબર છે? ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય દલિત પેંથર)
તમારે શાસક બનવું છે, પણ શું આ તમને ખબર છે?
સમાજને થોડા પ્રશ્નો પૂછવા છે અને થોડી વાત પણ કહેવી છે પણ પહેલા પ્રશ્નો કરી લઉં..
1..સમાજને ખબર છે ક ભારતમાં અને ગુજરાત માં કેટલા નિગમો ચાલે છે?એમાં કેટલું બજેટ આપવામાં આવે છે? એમાં સ્ટાફ કેવી રીતે ભરતી થાય છે?કોણ કોણ લાભ ઉઠાવે છે?એના રૂપિયા કોણ વાપરે છે?
2.કેટલી કાઉન્સિલ ચાલે છે?(મેડિકલ,ફાર્મસી,હોમીઓપેથી, નર્સિંગ,આયુર્વેદિક)
એની ચૂંટણી કેવી રીતે થાય છે?
એને કેટલી અને શું શું કરવાની સત્તા હોય છે? કેવી રીતે ફાયદો ચાટી જાય છે?એમાં ભરતી કેવી રીતે થાય છે અને કોને નોકરી આપી દેવામાં આવે છે?
સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ કોણ કોણ ખાટી જાય છે?જો કે મંત્રી દલિત હોય છે પણ સત્તા નથી હોતી એનો પી એ RSS નો હોય છે કોંગ્રેસ હોય તો પણ એજ હાલ હોય છે...
અદિવાસી માટે વન અને પર્યાવરણ મંત્રી આદિવાસી હોય પણ જંગલ ની જમીનો હડપ કરવામાં આવે ત્યારે એનેજ ખબર નથી હોતી કારણ એને કાંઈ પૂછવામાં જ નથી આવતું...ફકત ખુરશી મળી એટલે ખુશ...સમાજનો ભલે સોદો થઈ જાય
કોઈ ચિંતા નહિ..
સૌથી મૂર્ખ અને મહામૂર્ખ ઓ બી સી સમાજ છે એને તો સમાજકારણ એય નથી આવડતું અને રાજકારણેય નથી આવડતું ફક્ત એને દલિત આદિવાસી કરતા તમે ઊંચા એ નશો કરાવી ઘેનમાં રાખી..મૂર્ખ બનાવી વોટ લઈ સત્તા થી દુર રાખવામાં આવે છે પણ કથાકથીત સવર્ણ છીએ એ ભ્રમ દૂર થતો નથી અને એમને ઘેનમાં રાખી એમનું શોષણ થાય છે...ઓબીસી નેતાઓને હું પ્રશ્ન કરું છું કે તમને આ ષડયંત્ર ની ખબર છે? કે અમે ઊંચા છીએ એ ભ્રમ માં છો?
ઓ બી સી ની અનામત લૂંટાઈ જાય.... એમના નિગમો થી કોઈ ફાયદો ના થાય એમને મૂર્ખ બનાવી એમના વોટ થી સરકાર બને અને એમનાજ હિતોને નુકશાન થાય તોયે એમને ધર્મના નશામાં ખબરજ ના પડે....એ એથી વિશેષ એમના માટે કમનસીબી કઈ હોય?
મુસ્લિમોએ પોતાનો વિકલ્પ શોધી લીધો....એસ સી, એસ ટી,
ઓ બી સી ને પોતાનો વિકલ્પજ જડતો નથી અથવા છે પણ નઝરઅંદાઝ કરે છે..
એવા કેટલાય વિસ્તાર અને વોર્ડ છે કે જેમાં દલિતો પોતાની સીટ લાવી શકે પરંતુ એના માટે મનુવાદી પાર્ટીઓ ના દલાલથી દૂર રહેવું પડે એમાં સગા સંબંધી ના ચાલે...
જ્યારે મનુવાદી પાર્ટીઓથી દૂર રહી પોતાની તાકાત ઉભી કરવાનો સંકલ્પ કરવો પડે પણ એમાં રોહિત....વણકર, રાવત..ગરો..વાલ્મિકી...અને પાછું મારી જાતિનો છે એવું ગૌરવ લેવું હોય તો પછી મનુવાદીઓ ની ગુલામી માંથી કોઈ બચાવી ના શકે...
કેટલા વર્ષ સુધી બચાવો બચાવો કે ન્યાય આપો ન્યાય આપો...કે અત્યાચાર બન્ધ કરો ના બેનર
ચિરાગ રાજવંશ
પ્રમુખ ભારતીય દલિત પેંથર ગુજરાત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો