તમારે શાસક બનવું છે? ભાગ 2 ચિરાગ રાજવંશ ( ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય દલિત પેંથર)
તમારે શાસક બનવું છે?
ભાગ..2
દલિત આદિવાસી અને ઓ બી સી પ્રજાને ભોળી કહેવી કે અબુધ એ જ સમજાતું નથી કારણ આ ત્રણ કોમો માં આવતી બધી જાતિઓ એકબીજાથી પોતાને ઊંચા ગણાવા માટે ઝઝૂમે છે બ્લકી એકબીજાને નફરત પણ કરે છે...ઓ બી સી પોતે સવર્ણ છે એવા ભ્રમમાં છે એટલે એ દલિત થી નફરત કરે છે...આદિવાસી દલિત થી દુર છે અને બાબાસાહેબના વિચારોથી કામો થી પ્રભાવિત નથી કારણ એને એ વિષય ની જાણકારી નથી એટલે એ એના સમૂહમાં મસ્ત છે સને દલિત પણ પેટાજાતિઓ ની માયામાંથી બહાર નીકળવા તૈયાર નથી...અને આ ત્રણેય ને નીચા ગણનારી... જાતિઓના ચક્કરમાં આ બધાય ફસાઈ ને હજારો વર્ષોથી શોષિત થયા કરે છે..એ વિચારવા તૈયાર નથી કે વિચારધારા ને સમજવા તૈયાર નથી..આપણે દલિત સમાજની જ જો વાત કરીએ તો સમાજમાં પેટા જાતિઓ માં ચાલતા પરગણા ..એ વળી મોટો મનુવાદ છે..કારણ જો કોઈ યુવક કે યુવતી એ કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તો એ અનુસૂચિત જાતી તરીકે મેળવી હોય કોઈ પેટા જાતિ તરીકે નહિ...પણ તરત સોશિયલ મીડિયા માં કે સન્માન કાર્યક્રમો યોજી સિદ્ધિ હાંસલ કરનાર ની પેટા જાતિ નું ગૌરવ ગણાવી હરખાતા કાયરો પણ સમાજને કમજોર કરનારી એક નવી પ્રજાતિ જ છે ....
કબીર એક જાતિના નથી
રવિદાસ એક જાતિના નથી
વીર મેઘમાયા એક જાતિના નથી
દાસી જીવણ એક જાતિના નથી
સવૈયા નાથ એક જાતિના નથી
એ બધા યેનકેન પ્રકારે દલિત સમાજ ઉપર થતા અત્યાચારો વિરુદ્ધ એ વખતની પરિસ્થતી પ્રમાણે જાગૃતિ ની લડત ચલાવનારા ચળવળ કારો છે અને સમાજ માટે પોતાનું બલિદાન આપનાર મહામાનવો છે
પરંતુ કેટલાક સમાજનું વિભાજન વિચારનારાઓ સ્વાર્થી તત્વોએ પોતાના સ્વાર્થ માટે એમને પેટા જાતિના પોટલામાં બાંધી એમનું અને સમગ્ર સમાજ માટે એમણે કરેલા પ્રયાસોનું અપમાન કર્યું છે અને આવું કરી સમાજની ઘોર ખોદી રહ્યા છે
આ તો સારું છે કે બાબાસાહેબને પેટાજાતિઓ ના ચક્કરમાં ગોઠવ્યા નથી નહિ તો આવા લોકોનું ભલું પૂછવું..બાબાસાહેબે તમામ જાતિઓ માટે કામ કર્યું પણ ઉપલી જાતિઓ એમને એટલું સન્માન નથી આપતી..
જો ઉપલી જાતિઓ તમારા વિચારક સંતો..કે આપણા મસીહા..અને દેશના સંવિધાન રચયિતા બાબાસાહેબ ને સન્માન ના આપતી હોય તો પછી દલિત અને આદિવાસી સમાજના ઉદ્ધારકો ને મહત્વ ના આપતી હોય તો આપણે હરખપદુડા થઈ એમના મહાનુભાવો કે સંતો મહાત્માઓ કે નેતાઓ પરતેય ઢળી પડવાની શુ જરૂર?
કારણ આપણે માનસિક ગુલામ છીએ...એટલેજ બાબાસાહેબે સ્વતંત્રતાની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે..
""જે વ્યક્તિ પોતાના મગજથી ના વિચારતો હોય અને એના મસ્તિક પર બીજાના વિચારો હાવી હોય તો તે સ્વતંત્ર નથી""
,વિચારો હવે આપણે સ્વતંત્ર કહેવાઈએ?કારણ દરેક વાત ઉપર આપણે બ્રાહ્મણવાદી સિસ્ટમ નો અમલ કરીએ છીએ કે નહીં??
આપણા મેયર બન્યા અનામતમાં ગુણગાન ગાયા આર એસ એસ ના......ને પક્ષના...તો સ્વતંત્ર કહેવાય?
આપણે મનુવાદી વિચારધારા માંથી મુક્ત થવું નથી બબાસાહેબને માનવા છે બાબાસાહેબની માનવી નથી તો પછી આપણો ઉદ્ધાર ક્યાંથી થાય?
પછી અત્યાચાર થાય ત્યારે કાયદો યાદ કરીએ અને બાકી બ્રાહ્મણવાદી ના રંગે રંગાઈ ફાયદો જોઈએ..
આપણે ઇતિહાસ માં આપણને ક્યાં નુકશાન થયું તેનો હિસાબ કરતા. નથી કે ધ્યાન પણ રાખતા નથી...મારી દ્રષ્ટિએ..
જો તમે તમારી ભાવિ પેઢી માટે મજબૂત કેડી કંડારવા નું વિચારતા હોય તો તમે બ્રાહ્મણ છો...
જો ભૂતકાળમાં થયેલા નુક્શાનોને સરભર કરી ભાવિ પેઢી માટે ક્ષસમતા ઉભી કેવી રીતે થાય એનો હિસાબ માંડતા હોય તો તમે વાણીયા છો.
અમે સમાજ પર થતા આક્રમણને ખાળવા તમારી રંગોમાં ખૂન ગરમ થઇ દોડતું હોય તો તમે ક્ષત્રિય છો
ઉપર આપેલા ઉદાહરણને કોઈ જાતી થઈ ના મૂલવે ફક્ત વિચારધારા થી મૂલવે તો બધા તર્ક સમજાઈ જશે?
(વધુ ભાગ 3 માં)
ચિરાગ રાજવંશ
પ્રમુખ ભારતીય દલિત પેંથર
ગુજરાત. ના જય ભીમ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો