અમદાવાદ મહાનગર પાલિકા ના ઇલેક્સન માં ઓછું મતદાન થવાના કારણો?
ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરી 2021 ના રોજ મહાનગર પાલિકા ની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં સરેરાશ ખૂબ ઓછું મતદાન થયું છે જે નીચે મુજબ છે.
સ્માર્ટ સીટી અમદાવાદ માં માત્ર 42.53% મતદાન થયું છે. આ મતદાન ની સરેરાશ ટકાવારી ખરેખર ખૂબ નીચે છે.
ચૂંટણી પંચ એ બપોરે સાડા 3 વાગે પોતાની વેબસાઇટ ના ડેશબોર્ડ પર માહિતી મૂકી હતી તે મુજબ તે સમયે મતદાન ની અમદાવાદ મહાનગર પાલિકા ની સરેરાશ ટકાવારી માત્ર 26.83 ટકા જ હતી. આ મતદાન ની ટકાવારી દેખાવમાં ખૂબ ઓછી છે. આ આંકડો જ્યારે ટીવી પર પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે બધીજ રાજકીય પાર્ટીઓ ચિંતા માં મુકાયા સાથે સાથે જે જે લોકો લોકતંત્ર ને મજબૂત કરવા વાળી વિચારધારા માનતા હતા તે લોકો પણ ખૂબ ચિંતા માં મુકાયા. આ મતદાન ની ટકાવારી દેખાતા સ્પષ્ટ પણે લોકો માં મતદાન પ્રત્યેની ઓછી જાગૃતિ અને સભાનતા જોઈ શકાય છે. આ ઓછા મતદાન ના કારણે લોકો નો લોકતંત્ર પર થી વિશ્વાસ ઓછો થતો જણાય છે.
જ્યારે સાડા 3 વાગ્યા સુધી ઓછું મતદાન થયું તો રાજકીય પાર્ટી ના કાર્યકરો ને આદેશ કરવામાં આવ્યો કે ઓછું મતદાન તેમના માટે હાર ને નોતરી શકે છે આથી તેમને લોકો ને ઘરો માંથી નીકાળી પુલીગ સ્ટેશન સુધી લઈ જવામાં આવે. આ આદેશ મેળવ્યા બાદ અચાનક જ વધેલા કલાકો માં એટલે કે છેલ્લા અઢી કલાકમાં 21 ટકા જેટલું મતદાન થઈ ગયું. આ મુજબ છેલ્લે છેલ્લે આશરે 30 સેકન્ડે એક વ્યકતિ એ મતદાન કર્યું તો પણ અંતમાં માત્ર 42.53 ટકા જ મતદાન થયું. આ એક નિંદનીય ઘટના છે.
આ ઓછું મતદાન થવા પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર છે જે નીચે મુજબના છે.
1. લોકો નો લોકતંત્ર પરથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.
2. લોકો મા મત અપવા માટે ની જાગરૂકતા ની અછત.
3. લોકો ના મગજમાં રહેલો કોરના પ્રત્યે નો ડર.
4. ઇલેક્સન કમિશન દ્વારા પુલીગ સ્ટેશન માં કોરોના ના ફેલાય તે માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓ માં ખામી. પૂરતી માત્રામાં ગ્લોવસ પણ નતા ફાળવવામાં આવ્યા.
5. ઇલેક્સન કમિશન દ્વારા ઇલેક્સન માટે ની જાગૃતિ માટે કરવામાં આવેલ કેમ્પઇન લોકો સુધી પૂરતી માત્ર માં પોહચ્યા નહીં.
6. લોકો ને પેહલા ના કોર્પોરેટર પર અવિશ્વાસ ની લાગણી.
7. પાર્ટીઓ દ્વારા ગુનાહિત અને અવિશ્વસનીય લોકો નો સ્વીકાર.
8. અચાનક પેટ્રોલ ના ભાવો માં કરવામાં આવેલ ધરખમ વધારો પણ એક પ્રકારનું કારણ જવાબદાર હોઈ શકે છે.
ઉપર મુજબના અનેક કારણો આ મતદાન ની ટકાવારી ઓછી થવા માટે જવાબદાર છે. આગળ થનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ઓમાં આ બધી વસ્તુઓ નો નિકાલ લાવી વધુ માત્રા માં મતદાન થાય તે મુજબ ની કાર્યવાહી કરવામાં આવે તેવી ઇલેક્સન કમિશન ને અરજ.
કૌશલ આસોડિયા
🙏
જવાબ આપોકાઢી નાખો