ભારતનું બંધારણ 3&4 (indian Constitution 5&6) (ગુજરાતી)(બંધારણ સભા અને આમુખ)

                બંધારણ-3

       બંધારણ સભાની કાર્યવાહી

*9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા ની પ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં મળી.

*સચિદાનંદ સિન્હા બંધારણ સભા ના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ બન્યા.

* 12 ડિસેમ્બર 1946 એ ડો. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.

*13મી એ જવાહરલાલ નહેરુ દ્વારા ઐતિહાસિક "ઉદ્દેશય પ્રસ્તાવ" રજૂ કર્યો.

*ઉદ્દેશય પ્રસ્તાવ બનાવનાર સર.બી.એન.રાવ હતા.

બંધારણ સભા દ્વારા પ્રસ્તાવ નો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 ના દિવસે કર્યો.

****** પ્રારૂપ-ખરડા-મુસદ્દા  સમિતિ*******

29 ઑગસ્ટ 1947 ના રોજ "ડોક્ટર ભીમરાવ આંબેડકર"  ની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી.

બંધારણના પ્રારૂપને ફેબ્રુઆરી 1948 ના રોજ બંધારણ સભા આગળ રજૂ કરવામાં આવ્યું.

26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ઉપરાંત કૂલ 284 લોકો એ હસ્તાક્ષર કર્યા.

ભારતનું બંધારણ બનાવતા 2વર્ષ,11મહિના,18દિવસ લાગ્યા. અને આશરે 64 લાખ રૂપિયા નો ખર્ચ થયો.
ખરડા સમિતિ ના સભ્યો

અધ્યક્ષ - બાબા સાહેબ આંબેડકર

1.એન ગોપાલાસ્વામી આયંગર(વિદેશ)
2.અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર(વિદેશ)
3.કનૈયાલાલ મુનશી(દિલ્હી થી દૂર)
4. સૈયદ મોહમ્મદ સદદુલાહ( નાદુરુસ્ત તબિયત)
5.બી.એલ.મિત્તર(બાદ માં તેમના સ્થાને એન.મધવરાવ)
6.ડી.પી.ખેતાન(તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણમચારી)



                         બંધારણ -4

                     આમુખ- preamble
 *અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ,સમાજવાદી,બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસતાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકો ને સામજિક,આર્થિક અને રાજકીય....ન્યાય,વિચાર,અભિવ્યક્તિ,વિશ્વાસ,ધર્મ અને ઉપાસના...સ્વતંત્રતા, પ્રતિસ્થા અને અવસરની.... સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને અખંડિતતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં 26 નવેમ્બર,1949 ના રોજ આ બંધારણ ને સ્વીકારીને,તેને અધિનિયમિત કરી અમને પોતાને આત્મર્પિત કરીયે છીએ.*

***પ્રત્સવના નો હેતુ****
●ભારતના બંધારણ ની પ્રસ્તાવના નીચે ના 3 સવાલો ના જવાબ આપે છે.

1>ભારતનું બંધારણ કોણે ઘઢયું હતું?
2>ભારતનું બંધારણ કાયા હેતુ માટે ઘઢવામાં આવ્યું હતું?
3>ભારતનો બંધારણીય કાયદો ક્યારે ઘડાયો હતો?

ભારતના બંધારણની પ્રાસ્તવના તે આધારભૂત દર્શન અને રાજકીય,ધાર્મિક અને નૈતિક મૂલ્યો નો ઉલ્લેખ છે. જે આપણા બંધારણ નો આધાર છે.

***આમુખ ના ઉદેસ્યો****

1●આમુખ તે સ્ત્રોત દર્શાવે છે જેમાંથી બંધારણને શક્તિ પ્રાપ્ત થાય છે

2●આમુખ બંધારણ દ્વાર નિર્દેશિત ઉદેસ્યોની અભિવ્યક્તિ કરે છે.
3●બંધારણની સ્વીકૃતિની તારીખ બંધારણની કેટલીક જોગવાઈ ની વ્યાખ્યા માં જરૂરી છે.

આવતીકાલ ની પોસ્ટમાં આમુખમાં લખાયેલ શબ્દોનો વિસ્તૃત ખ્યાલ આપવામાં આવશે તો આ પોસ્ટ ને બને એટલી વધુ શેયર કરો.

ટિપ્પણીઓ