ભારતનું બંધારણ 5&6 (indian Constitution 5&6) (ગુજરાતી)

બંધારણ -5

****આમુખના શબ્દોનું વિવરણ****

1.સાર્વભૌમ 
●ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે તે કોઈના ઉપર આધારિત નથી.નિર્ણયો લેવા માટે બ્રિટિશ તાજ પર આધારિત નથી. ભારત 26 જાન્યુઆરી,1950 પછી સંપૂર્ણપણે સ્વતંત્ર છે

2.લોકતંત્ર / લોકશાહી
●સંસદીય સાશન પ્રણાલી; લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે,લોકો માટે ચાલતું રાજ્ય,ભારત લોકશાહી રાજ્ય છે.અર્થાત ભારતની સરકાર સંપૂર્ણપણે ભારતના લોકોને જવાબદાર રહેશે.

3.પ્રજાસત્તાક
●ભારતમાં દેશનો સર્વોચ્ચ વડા એટલે રાષ્ટ્રપતિનું પદ વંશાનુગત નથી. બ્રિટનની જેમ. ભારતના વડાનું પદ ભારતના લોકો દ્વારા અપ્રત્યક્ષ રીતે ચૂંટાઈ ને આવે છે.

4.સમાજવાદી
●સમાજવાદ અર્થાત ઉત્પાદન અને વિતરણના સાધનો  સંપૂર્ણપણે અથવા આંશિકરીતે જનતાના હાથોમાં હોય

5.ધર્મનિરપેક્ષ
●અર્થાત રાજ્યનો કોઈ ધર્મ નથી.ભારતમાં વ્યકતિને તેને ગમે તે ધર્મ પડવાની અને અચરવાની છૂટ આપવા માં આવી છે.

6● પાંચ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે.

1.વિચાર
2.અભિવ્યક્તિ
3.વિશ્વાસ
4.ધર્મ
5.ઉપાસના

7● નીચે પ્રકારની સમાનતા આપવા માં આવી

1.ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકાશે નહીં.આ ઉપરાંત અવસરની સમાનતા.જાતિ આધારિત ભેદભાવ પણ રાખી શકાશે નહીં

8●ત્રણ પ્રકારના ન્યાયની જોગવાઈ કરવાઈ છે 
1.સામાજિક ન્યાય
2.આર્થિક ન્યાય
3.રાજકીય ન્યાય

આ બધાની સાથે સાથે દેશની એકતા અખંડિતતા અને બંધુતા ટકી રહે એ મુજબ દેશ કાર્ય કરશે.અને દેશ ના લોકો પણ કાર્ય કરશે.

બંધારણ-6

બંધારણના આમુખ પર લોકો ના મંત્વવ્યો

સર અરનેસ્ટ બારકર ● "ભારતના બંધારણનું આમુખ માનવ સભ્યતાની સૌથી ઉમદા ભાવનાઓ વ્યકત કરે છે. અને જો ભારતના લોકો તેની ભાવના અને તત્વજ્ઞાનને અમલી બનાવે તો ભારત સ્વતંત્રતાના સ્વર્ગમાં પોતાની જાતને દોરી જશે."

ઉપરાંત તેમને બંધારણની ચાવી પણ કીધી છે.આપણા આમુખ ને.

કનૈયાલાલ મુનશી ● આમુખ એ ભારતીય બંધારણની જન્મકુંડળી છે.

એન.એ. પાલખીવાલા ● આમુખને બંધારણનો પરિચય પત્ર કીધો છે.

પંડિત ઠાકુરદાસ ભાર્ગવ ● આમુખ એ બંધારણની આત્મા અને બંધારણનું આભૂષણ છે.

સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર ● આમુખએ આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર છે.

ન્યાયમૂર્તિ હિદાયતઉલ્લા ● આમુખને યુ.એસ.એ ની આઝાદીની ઘોષણા સાથે સરખાવી છે.

હા બાબા સાહેબ દ્વારા આમુખ પર કઈ બોલવામાં આવ્યું નથી. એમને કોને બાંધરણની આત્મા કીધું એની ચર્ચા આગળ કરીશું આપડે.

ટિપ્પણીઓ