બંધારણ 17&18 (ખિતબો ની નાબુદી અને સ્વતંત્રતાઓ) આર્ટિકલ 18&19
*અનુચ્છેદ 18*
*ખિતાબો,પદવીઓ અને બિરુદની નાબુદી*
★ આ અધિકારની ભલામણ પ્રો.કે.ટી શાહ દ્વારા કરવામાં આવી હતી.
★ તે રાજ્યના નાગરિક કે વિદેશી નાગરિકને કોઈ પદવી સ્વીકારતા અટકાવે છે.
★રાજ્ય નાગરિક કે વિદેશી નાગરિક ને કોઈ પદવી આપતા નથી.
● *બાલાજી રાઘવન/ એસ.પી આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા -1992*
★ આ કેસના ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ભારત રત્ન અને પદ્મ એવોર્ડ અનુ.18 ની વ્યાખ્યામાં આવતા નથી. પરંતુ એવોર્ડ લેનાર વ્યકતિ નામની આગળ કે પાછળ પ્રત્ય કે ઉપસર્ગ તરીકે ઉપયોગ કરી શકતો નથી.
. બંધારણ -18
. અનુચ્છેદ-19
નાગરિકોને મળતી 6 પ્રકારની સ્વતંત્રતા
અનુચ્છેદ 19/1/a - વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
અનુચ્છેદ 19/1/b - શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ 19/1/c - સંગઠનો / સહકારી મંડળીઓ / સંઘો રચવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ 19/1/d - ભારતના સંપૂર્ણ વિસ્તારમાં મુક્ત પણે હરવા-ફરવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ. 19/1/e - ભારતના વિસ્તારમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
અનુચ્છેદ 19/1/f - આ સ્વતંત્રતા 44 મો બંધારણીય સુધારા દ્વારા 1978માં નાબૂદ કરાઈ છે. જેમાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો ધરાવવાનો અને નિકાલ કરવાનો અધિકાર હતો.
અનુચ્છેદ 19/1/g - કોઈ પણ વ્યવસાય ધંધો-રોજગાર અથવા વેપાર કરવાની સ્વતંત્રતા.
ઉપરની બધી સ્વતંત્રતાઓ માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે.
કૌશલ આસોડિયા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો