બંધારણ 15 &16 ( જાહેર નોકરીની તકમાં સમાનતા અને અસ્પૃશ્યતા નાબુદી) આર્ટિકલ 16 &17

.           બંધારણ-15

.           અનુચ્છેદ-16

સરકારી કે જાહેર નોકરીમાં તક અને અવસરની સમાનતા.

●16/1 -- રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણુંક અંગેની તમામ બાબતોમાં દરેક નાગરિકને તકની સમાનતા રહશે.

●16/2 -- કોઈ નાગરિક ફક્ત ધર્મ,જાતિ, જ્ઞાતિ,લિંગ,વંશ,જન્મસ્થાન નિવાસ અથવા  એમના કોઈ કારણે રાજ્ય હેઠળની નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણી શકાશે નહીં.

●16/3 -- કોઈ નોકરી માં સંસદ ડોમેસાઈલ ને આધારે કોઈ જગ્યાની આવશ્યકતા મૂકી શકે છે.

●16/4 -- રાજ્ય એસ.સી એસ.ટી માટે રાજ્ય હેઠળ ની સેવામાં અનામત રાખી શકશે.

●16/5 -- અમુક ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ માટે કોઇ નક્કી ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિની હોય એવી જોગવાઈ કરી શકે છે.

અને 77મો બંધારણીય સુધારો 1995 ના અનુસાર 16/6 ઉમેરવામાં આવ્યો જેના મુજબ એસ.સી અને એસ.ટી ના લોકો ને નોકરી માં બઢતીમાં પણ અનામત રાખી શકશે.

બંધારણ-16

અનુચ્છેદ-17

     *અસ્પૃશ્યતાની નાબુદી*

● કોઈ પણ વ્યક્તિની સાથે અસ્પૃશ્યતાનું આચરણ સજાને પાત્ર ગુનો છે.

● હા પરંતુ અસ્પૃશ્યતાની વ્યાખ્યા બંધારણમાં આપવામાં નથી આવી.

●અનુચ્છેદ 17ની જોગવાઈ લાગુ કરવા સંસદ દ્વારા 1955માં અસ્પૃશ્યતા એકટ,1955 લાગુ કર્યો.

● આ એકટનું નામ 1976માં બદલીને નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ કરવામાં આવ્યું.

● આ અધિકાર ખાનગી વ્યક્તિ વિરુદ્ધ મળે છે અને રાજ્યનું પણ ઉત્તરદાયિત્વ છે કે તેંનું ઉલ્લંઘન ન થાય તેના માટે જરૂરી પગલાં લે.

*કૌશલ અસોડિયા*

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો