બંધારણ 13&14 (અનુછેદ 14 અને 15)

.              બંધારણ-13

  .        અનુચ્છેદ~14

* કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ *

● રાજ્ય ભારતના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાન ગણશે અને કાયદાનું સમાન રક્ષણ કરશે.
●આ અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ નહીં પરંતુ વિદેશી નાગરિકને પણ મળશે.
● અહીં કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતના મૂડ અમેરિકામાં છે.
●કાયદા સમક્ષ સમાનતા નો સિદ્ધાંત વ્યકતીની પરિસ્થિતિને ધ્યાનમાં ન લેતો હોવાથી નકરાત્મક વલણ ધરાવે છે.
●કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત સમાન પરિસ્થિતિમાં મુકાયેલ વ્યકતીઓ પર સમાન કાયદાઓ લાગુ કરવાની તરફેણ કરે છે.તેથી તે હકારાત્મક સંકલ્પના ધરાવે છે.

નોંધ અથવા અપવાદ.

■રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના ફરજોના પાલન ના સમયે અદાલતને જવાબદાર નથી હોતા માટે આ સમયે તેમના પર ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. તેમજ અટક્યાત કે ધરપકડ કરી શકાતી નથી.
■વ્યક્તિગત કાર્યોમાં બે મહિનાની સૂચના બાદ જ દીવાની કાર્યવાહી કરી શકાશે.
■ઉપરાંત  સંસદ અને વિધાનમંડળના સભ્યો અને વિદેશી રાજદૂત ને અપવાદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
■ સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાના શાસનને બંધારણના મૂડ અંગ તરીકે ગણવામાં આવ્યું છે તો આમાં બંધારણીય સુધારા દ્વારા પણ ફેરફાર ન કરી શકાય.
.                બંધારણ-14

.                અનુચ્છેદ-15

●અનુચ્છેદ/15-1

રાજ્ય કોઈપણ નાગરિક સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ,લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ રાખી શકશે નહીં.

●અનુચ્છેદ/15-2

કોઈ પણ નાગરિક ઉપરના આધાર પર દુકાનો,સાર્વજનિક ભોજનાલય, હોટલ,જાહેર મનોરંજનના સ્થળો, સંપૂર્ણપણે કે આંશિક રીતે રાજ્યનિધિમાંથી ચાલતા કૂવાઓ,ટાંકીઓ, તળાવો,સ્નાનગરો,રસ્તાઓ અને જાહેર હેતુ માટેની જગ્યાઓ પર ભેદભાવ રાખી શકશે નહીં.

●અનુચ્છેદ/15-3

રાજ્યોને એવા અધિકાર હશે કે તે સ્ત્રીઓ અને બાળકો માટે વિષેશ જોગવાઈ કરી શકશે.

●અનુચ્છેદ/15-4

રાજ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો માટે વિશેષ જોગવાઈ કરી શકશે.

●અનુચ્છેદ/15-5

રાજ્ય એસ.સી અને એસ.ટી તેમજ ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે વિશેષ જોગવાઈઓ કરી શકશે.

~93 મો બંધારણીય સુધારો- સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એક્ટ 2006 અમલમાં આવ્યો આથી ઓબીસી ને 27 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.

*કૌશલ આસોડિયા*

ટિપ્પણીઓ