ભારતીય બંધારણ 11&12 (મૂળભૂત અધિકારો અને રાજ્યની વ્યાખ્યા બંધારણમાં)
. બંધારણ-11
. ભાગ-3
. "મુળભૂત અધિકારો"
◆ ભાગ 3 ને ભારતીય બંધારણનો મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે.
◆ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણ થી પ્રભાવિત છે.
◆સૌપ્રથમ અધિકારોની માંગ બલગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી.
◆ત્યારબાદ 1928મા મોતીલાલ નેહરુના નહેરુ રિપોર્ટમાં અને 1931ના કરાંચી અધિવેશનમાં (કોંગ્રેસ) મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી.
◆બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થાન આપવા સરદાર પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી.
◆આ મૂળભૂત અધિકારો રાજયમાટે નકારાત્મક છે.કેમકે તે રાજ્યોની વિરુદ્ધ આપવામાં આવ્યા છે.( અનુચ્છેદ 12 મુજબ ની રાજયની વ્યાખ્યા.)
◆ મૂળભૂત અધિકારો દાવાપત્ર અને ન્યાયસંગત છે.તેને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નું સંરક્ષણ પ્રાપ્ત છે.
◆આ અધિકારો રાજ્ય અને વ્યકતિ બંનેની વિરુદ્ધમાં રક્ષણ આપે છે.
◆મૂળભૂત અધિકારો પહેલા 7 હતા પરંતુ મિલકતના અધીકાર ને અનુચ્છેદ 31માંથી રદ કરી અનુચ્છેદ 300A માં કાયદાકીય અધિકાર તરીકે સ્થાપિત કરાયો છે.
◆હાલના મૂળભૂત અધિકારો નીચે મુજબ છે.
●{1} સમાનતાનો અધિકાર
●{2} સ્વતંત્રતાનો અધિકાર
●{3} શોષણ સામેના અધિકારો
●{4} ધાર્મિક સ્વતંત્રતાનો અધીકાર
●{5} શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર
●{6} બંધારણીય ઇલાજોનો અધિકાર
આગળ આવનારા ભાગોમાં આ બધા અધિકારો વિસ્તૃત રીતે સમજાવામાં આવશે તો પોસ્ટ વાંચતા રહો અને પેજ ને લાઈક અને શેર કરો.
. બંધારણ -12
. અનુચ્છેદ~12 અને અનુચ્છેદ~13
★અનુચ્છેદ-12~ રાજયની વ્યાખ્યા
■ કેન્દ્ર અને રાજ્યના ધારકીય અને કારોબારી અંગો
■નગરપાલિકા, પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓ.
■તમામ સરકારી કંપનીઓ,કાયદાકીય સંસ્થાઓ ,નિગમો તેમજ સરકારના નિયંત્રણ હેઠળની તમામ સંસ્થાઓ
●ઉપર દર્શાવેલ સંસ્થાઓ અથવા તેમાં કામ કરતી વ્યકતીઓ પણ રાજ્યની વ્યાખ્યામાં ગણવામાં આવશે.
આ રાજ્ય એટલે આપડા રાજ્યો છે એ નઈ પરંતુ આગળ આવતા મૂળભૂત અધિકારો કોની વિરુદ્ધ મેળવી શકાશે તેને અનુલક્ષી ને આપેલ ટૂંકું સ્વરૂપ.
★અનુચ્છેદ~13
● એવા તમામ કાયદાઓ કે જે મૂળભૂત અધિકારોમાંના કોઈ પણ અધિકારને સુસંગત નથી અથવા તેનુ ઉલ્લંઘન કરે છે તો તેને રદબાતલ ગણવામાં આવશે.
●અહીં કાયદાની વ્યાખ્યામાં સંસદ કે વિધાનમંડ દ્વારા બનાવવામાં આવતા કાયદા ઉપરાંત રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા બાર પાડવામાં આવતા વટ હુકમનો સમાવેશ થશે.
નોંધ- સંસદ દ્વારા તૈયાર થતા બંધારણીય સુધારાના કાયદાનો સમાવેશ કાયદાની વ્યાખ્યામાં નથી થતો.
*કૌશલ આસોડિયા*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો