સ્પંદનો (કાવ્ય સંગ્રહ)ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ,ભારતીય દલિત પેંથર)
હજારો વર્ષોથી
કલમથી વિમુખ રખાયેલો
ને શાસ્ત્રોથી માઈલો દૂર
શસ્ત્રોથી તરછોડાયેલો
ને પડછાયાથી પડછાયેલો.
પણ હવે એ નહીં ચાલે
આજે તો છે મારા હાથ માં કલમ
અને રચી શકુ છું હું પણ શાસ્ત્ર
ચલાવી શકુ છું હું પણ શસ્ત્રો
અને પડછાયો મારો તો
બીજા પડછાયાઓને
ગાળવા માટે તૈયાર છે.
એટલે જ તો
ઉડી રહ્યું છે એમનું નૂર
પણ હવે તો
હું એ......હું જ છું.
સ્પંદનો (કાવ્ય સંગ્રહ)
ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ,ભારતીય દલિત પેંથર)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો