તે દિવસે અમે આઝાદ- રાહુલ પરમાર મહામંત્રી ભારતીય દલિત પેંથર ગુજરાત.
આજે *રાહુલ પરમાર સાહેબ* ની કવિતા આપની સમક્ષ રજુ કરું છું.
તે દિવસે અમે આઝાદ
અમારા ઘરનો પાણીનો ગ્લાસ તમે મોઢે માંડશો,
તે દિવસે અમે આઝાદ
ભારત દેશ ના ગામડાઓ માથી વાસ ના લેબલો જે દિવસે હટશે,
તે દિવસે અમે આઝાદ
અમને અડકવાથી તમે નહી અભડાઓ,
તે દિવસે અમે આઝાદ
ગામડાઓ મા ચાની કીટલીએ અમારી રકાબીઓ અલગ નહીં હોય,
તે દિવસે અમે આઝાદ
અમારા મોતનો મલાજો ગામના અલગ સ્મશાન થી ના લજવાય,
તે દિવસે અમે આઝાદ
તમારી હવસ નો ભોગ અમારી બેન દીકરીઓ ના બને,
તે દિવસે અમે આઝાદ
ગામમા અમારો વરઘોડો તમારી ભજન મંડળીઓ દ્વારા ના રોકાય,
તે દિવસે અમે આઝાદ
તમારી સોસાયટીઓ મા અમે વસવાટ કરી શકીએ,
તે દિવસે અમે આઝાદ
અમારી મૂછો થી જો તમારું અહંમ ના ઘવાય,
તે દિવસે અમે આઝાદ
તમારા વેદો માથી વર્ણ વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય,
તે દિવસે અમે આઝાદ
અને
*બાબાસાહેબે જોયેલું સમાનતાનું સ્વપ્ન જયારે પૂરું થાય*
તે દિવસે અમે આઝાદ
રાહુલ પરમાર
9879961790
મહામંત્રી
ભારતીય દલિત પેંથર ગુજરાત
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો